મજબૂર માનવીના આંસુ થકી બની વર્ષા
ધરતી પર અવિરત વરસી રહી
ધારા જોઈ તેની દયનીય દશા
વાદળોમાં વ્યાપી ગઈ શ્યામલતા,
કર્યો એણે ગગનભેદી ચિત્કાર
વીજળીએ આપ્યો સાથ ફેલાવી તીવ્ર પ્રકાશ
પાલવમાં સમાવ્યો અવનીએ
સંસારના દુઃખોનો અંધકાર
પક્ષીઓનો કલરવ શમી ગયો
જોઈ વર્ષાનું તાંડવ-નૃત્ય
ગગનમાં ફેલાયુ સાત રંગોનું મેઘ-ધનુષ્ય
પ્રકૃતિએ કર્યું સ્નાન, પહેર્યો મેઘધનુષ્યનો હાર
લીલા ઝાડવાના પર્ણોએ ફેલાવ્યો સંગીતનો રણકાર
કુદરતના લલાટે
સૂર્યએ ભર્યું કિરણોનું રક્તવર્ણી સિંદૂર
તપતી ધરતી પર ફેલાઈ માટીની ભીની સુગંધ દૂર દૂર
દુઃખ પછી સુખ, અંધકાર પછી પ્રકાશ
અવરિત ચાલે છે આ ક્રમ કુદરત
અને માનવીના જીવનમાં
અતૃપ્ત ધરતીને વર્ષા આપે છે
સંદેશ લઈ પોતાની આગોશમાં

23.039574
72.566020
Like this:
Like Loading...